Helpline 02825 220 871
apmcgondal@yahoo.co.in
સફેદ ચણા ની આવક બંધ

Today 11:22AM

સફેદ ચણા ની આવક આજરોજ તારીખ 22/5 ને શુક્રવાર ના રોજ બપોરના 12 વાગ્યાથી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી સદંતર બંધ રહેશે જેની દરેકે ખાસ નોંધ લેવા વિનંતી

ટેકાના ભાવે ચણા અંગે

Yesterday 12:02PM

ગોંડલ તાલુકામાં ટેકાના ભાવે ચણા વેચાણ કરેલ હોય તેવા ખેડૂત ભાઈઓ ને ખાતામાં પેમેન્ટ બાબત કોઈપણ પ્રશ્ન હોય તો નીચેના સેન્ટર નો કોન્ટેક્ટ કરવા વિનંતી પાટીદડ - આંબરડી અને તાલુકા સંઘ સેન્ટર માટે કોંન્ટેક નંબર- 78 6 30 63 905

એરંડા પાલ તેમજ મગફળી નાં પાલ

16-05-2026

એરંડા પાલ તેમજ મગફળી નાં પાલ આવતીકાલ તારીખ 17/5 ને રવિવાર નાં રોજ સદંતર બંધ રહેશે તેમજ તારીખ 18/5 ને સોમવાર ના રોજ થી દરરોજ સવારના 6 વાગ્યાથી સવારના 9 વાગ્યાં સુધી જ ચાલુ રહેશે દિવસ દરમિયાન રાત્રી દરમિયાન તેમજ દરેક રજાના દિવસે મગફળી નાં પાલ તેમજ એરંડા નાં પાલ સદંતર બંધ રહેશે જેની દરેકે ખાસ નોંધ લેવા વિનંતી

લાલ ડુંગળી તેમજ ધાણા ની આવક

16-05-2026

લાલ ડુંગળી તેમજ ધાણા ની આવક આજરોજ રાત્રીના બંધ રહેશે તેમજ આવતીકાલ તારીખ 17/5 ને રવિવાર નાં રોજ થી દરરોજ રાત્રીના 9 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી જ ચાલુ રહેશે દિવસ દરમિયાન તેમજ દરેક રજાના આગલા દિવસે લાલ ડુંગળી તેમજ ધાણા ની આવક સદંતર બંધ રહેશે જેની દરેકે ખાસ નોંધ લેવા વિનંતી

ઘઉં ની આવક

14-05-2026

ઘઉં નાં પાલ તેમજ ઘઉં નાં કટ્ટા ની આવક દરરોજ રાબેતા મુજબ 24 કલાક ચાલું રહેશે જેની દરેકે ખાસ નોંધ લેવા વિનંતી

આવક અંગે

12-05-2026

લાલ ડુંગળી ધાણા ની આવક દરરોજ રાત્રીના 9 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી જ ચાલુ રહેશે દિવસ દરમિયાન તેમજ દરેક રજાના આગલા દિવસે લાલ ડુંગળી ધાણા ની આવક સદંતર બંધ રહેશે જેની દરેકે ખાસ નોંધ લેવા વિનંતી.

આવક અંગે

16-04-2026

સફેદ ચણા - સફેદ ડુંગળી - મગફળી ગુણી - લસણ - પીળા ચણા - મરચાં - સોયાબીન નાં કટ્ટા - એરંડા ની આવક રાબેતા મુજબ 24 કલાક દરરોજ ચાલુ રહેશે

સોયાબીન પાલ - તુવેર પાલ - ચણા પાલ આવક સદંતર બંધ

04-04-2026

સોયાબીન પાલ- તુવેર પાલ - ચણા પાલ આવક સદંતર બંધ હોય જેથી કોઈ પણે ભરીને લાવવા નહીં તેમ છતાં પાલ નાં વાહન જેઓ ભરીને લાવશે તે વાહન ને સોમવાર ના રોજ થી અંદર પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં

એરંડા પાલ - મગફળી નાં પાલ ની આવક

02-04-2026

એરંડા પાલ - મગફળી નાં પાલ ની આવક તારીખ 16/4 ના ગુરુવાર ના રોજ થી દરરોજ સવારના 6 વાગ્યાથી સવારના 9 વાગ્યાં સુધી જ ચાલુ રહેશે દિવસ દરમિયાન તેમજ રાત્રી દરમિયાન તેમજ દરેક રજાના દિવસે આવક સદંતર બંધ રહેશે જેની દરેકે ખાસ નોંધ લેવા વિનંતી

વેપારી યુનિફાઇડ લાઇસન્સ અંગે

30-03-2026

ફોર્મ તથા અન્ય અરજી નમૂના માટે whatsapp પર hi લખી મેસેજ કરો. Mo. 9033897635

એપીએમસી ગોંડલ.

17-09-2025

માર્કેટ યાર્ડ ની એપ્લિકેશન એપીએમસી ગોંડલ. ચાલુ રાખવામાં આવેલ છે. જેની દરેકે ખાસ નોંધ લેવી

ડિજિટલ ગેટ પાસ ફરજીયાત અંગે

01-05-2024

આથી દરેક વાહન માલિકો તથા ખેડૂત ભાઈઓને ખાસ જાણ કરવામાં આવે છે કે તારીખ 1/ 5 / 2024 ને બુધવાર થી વાહન એન્ટ્રી પાસ ફરજીયાત તથા તમામ માલ આવકોના ડિજિટલ ગેટ પાસ ફરજિયાત કઢાવવાના રહેશે. વાહન માલિકો તથા ખેડૂત ભાઈઓએ ગેટ પાસ જે તે કમિશન એજન્ટ ની દુકાને પહોંચતો કરવાનો રહેશે જે વાહન માલિકો ગેટ પાસ કઢાવસે નહી તેવા વાહન ને 5-દિવસ માર્કેટ યાર્ડ માં પ્રવેશ બંધ કરવામાં આવશે. ડિજિટલ ગેટ પાસ વગરના કોઈ પણ વકલની હરરાજી લેવામાં આવશે નહીં. તેની સંબંધ કરતા તમામે ખાસ નોંધ લેવી.